PM મોદીએ નાગરિકતા બિલ મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા

2019-12-17 3,541

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ તબક્કા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે બરહેટમાં જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા અહીં તેમણે નાગરિકતા કાયદાના મુદ્દે કોંગ્રેસની આકરી ટીકા કરી હતી તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં હિંમત છે તો જાહેર કરે કે તે પાકિસ્તાનના દરેક નાગરિકને ભારતની નાગરિકતા આપશે તે આવી જાહેરાત કરે, ભારતની પ્રજા તેનો હિસાબ કરી દેશે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે

મોદીએ કહ્યું હતું કે જ્યારે તમામ કામ શાંતિથી થઈ રહ્યા છે એટલે વિપક્ષોને તકલીફ પડી રહી છે કલમ-370 મુદ્દે પણ આ જ પ્રકારનો ડર દેખાડવામાં આવતો હતો જો આ કલમને સ્પર્શ કરશો તો કરંટ લાગશે, ભારે વિવાદ થશે, દેશના ટુકડા થઈ જશે શું આ જ ડર હતોને? જમ્મુમાં અલગતાવાદ, આતંકવાદને વધવા દીધા હતા આ બધુ જ જોતા હતા પરંતુ કોઈ જ નિર્ણય કરવામાં આવતો ન હતો કલમ 370 હટાવવામાં આવી અને કાશ્મીર શાંતિથી આગળ વધવા લાગ્યું હવે સમગ્ર દેશે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના નકારાત્મક વિચારોને નકારી દીધા છે પરંતુ આ પક્ષોએ ખોટી વાતો ફેલાવી લોકોને ડરાવવા તે પોતાની રાજનીતિનો આધાર બનાવી લીધો છે

Videos similaires